________________ 226 સુદર રાજાને વૈરાગ્ય : સુદત્ત રાજા આ સાંભળતાં જ ચેંકી ઊઠયે કે હાય! ચેરે તે ખૂન કરી મરનારને ભયંકર પીડા આપી, પણ મારે આ ચારને એથી ય ભયંકર પીડા આપવાની ત્યારે આ રાજવીપણું કેવું ગેઝારું કે એ જાળવવા આવા કુર કાર્યને સંકલેશ કરવા પડે ! ધિક્કાર છે આ પાપમય સંસારવાસને ! હવે તે માટે એને ત્યાગ કરી ચારિત્ર જીવન જ ખપે.” તમે અહીં કહેશે - - પ્રવ- પણ રાજા જે ગુનેગારને સજા ન કરે, તે ગુના શી રીતે અટકે? રાજા તે માત્ર ન્યાય ચૂકવે છે. ન્યાય ન ચૂકવે અને ગુનેગારને સજા ન કરે તે જગતનું શું થાય? રાજા ન્યાય ચૂકવે એમાં હું શું? - ઉદ– જગતની ચિંતા પછી કરે, પહેલાં તમારા આત્માની ચિંતા કરો કે આપણા સ્વાર્થવશ પ્રવૃત્તિ કરતાં બીજા જીવને ત્રાસ થતું હોય તે એ ત્રાસ જોઈ આપણું હૃદય કંપે છે? એ જીવ પર દયા આવે? મને ને નરકના જીવે પોતે પૂર્વ ભવમાં પાપ કર્યા છે એટલે સજા રૂપે પરમાધામી તરફથી એને પર ત્રાસ વર્તે છે. તે એ નરકના જીવ પર વરસતા