________________ મેળ ન બેસે એવી નિધાનપ્રાપ્તિ લાગી, ને તે પણ કલ્પના બહારની જ, અને બીજી બાજુ પિતાની દરિદ્ર તથા અપમાનિત સ્થિતિ પર ભારોભાર નફરત રહી એ રીતે આપણને આપણી જાત, આત્મગુણે અને આંતરિક ધર્મથી રહિત હોઈ, ભિખારી જેવી તદ્દન નિર્ધન અને ભાગ્યહીન લાગે, તથા એના પર ભારોભાર નફરત રહે, પછી ભલે પૈસાટકા–માનપાન સારા મળ્યા હોય છતાં નફરત, અને એમાં ધર્મસાધના મળી, એ અપૂર્વ નિધાનપ્રાપ્તિ સમાન લાગે તે પણ આ દુનિયાને દુન્યવી પ્રાપ્તિ મળી છે એની અપેક્ષાએ કલ્પના બહારની મહાકિંમતી પ્રાપ્તિ લાગે, તે ધર્મસાધનામાં હૈયું ખૂબ ગદગદ થઈ જાય. આમાં મુખ્ય વાત આપણું હૃદય એવું બનાવવાનું છે, પછી તે સાધનાના ઊંચા ફળ અને મેલ દૂર નથી. હદયમાં એક બાજુ મેહમાયા-કષાને પારાવાર પસ્તાવે, ને બીજી બાજુ સમ્યગૂ ધર્મ તથા ધર્મના અંગે, ધર્મની સાધના મળવામાં અનહદ ગદ્ગદભાવ હેય. સુદત્ત મુનિવરને ગદગદભાવ : આપણને આ સુદત્ત મુનિવરનાં જીવનમાં જોવા મળે છે કે એમને સંસારની માયા પર કેવી ભારે નફરત છુટી! તે કેવા ગદ્દગદ ભાવથી એમણે ચારિત્ર લીધું! અને કેવા ગદ્ગદભાવથી મહાતપ-સ્વાધ્યાય