________________ 222 એટલે આ આવ્યું કે ધર્મમાં હૈયું ભારે ગદગદ થાય ત્યાં પેલે પાપને સંતાપ જોરદાર ચાલતે હાથ. જેટલી પ્રબળ પાપની દિલગીરી, એટલી જોરદાર ધર્મ માથા પર ગદગદતા. નાગકેતુને કેમ ભાવ વધી ગયા - ત્યારે જુઓ અહીં નાગકેતુને પુષ્પપૂજા વખતે પૂજામાં દિલ એવું ભારે ગદ્દગદ હતું. એમાં સર્પદંશ થતાં શરીરે વેદના ઊડી છે તે ત્યાં એ શરીર અને એની સુખાકારિતા ઉપર ગ્લાની ઓર વધી ગઈ છે હું? આ વીતરાગ પ્રભુની પુષ્પ પૂજાભક્તિને મને અતિ અતિ દુર્લભ મેકે મળે છે? આ મહા કિંમતી પૂજા ભક્તિની પ્રાપ્તિ એટલે ભિખારીને મહારત્નનિધાન જેવી પ્રાપ્તિ! એની સામે શરીર પીડા આવી મને ખેંચે ? ના, ના, મારા નાથ જિનેશ્વર ભગવંતની અણુમેલ ભક્તિની આગળ શરીરશાતા વગેરે જડ અનુકુળતા ભિખારીની ભીખની માફક કુછ વિસાતમાં નહિ.” આમે ય ઇન્દ્રિયના વિજેતા નાગકેતુ કાયા માયા વગેરેને પ્રભુની આગળ વિસાતમાં ગણતા નહોતા, બકે વીતરાગપ્રીતિ થવા-વધવામાં બાધક ગણતા હતા, એમાં અત્યારે કાયા વાંકી થવા માંડી છે એના પર નફરત વધી ગઈ, ઉપેક્ષા વધી ગઈ, ને કાયા-માયા પર સરાસર અનાસક્ત ભાવ ઊભું થઈ ગયે! યાવત