________________ 1e અધવચ્ચે આફત આવી એટલે હવે કેમ ? ગભરામણને પાર નહિ, લેભની અફસેસી પારાવાર, અને હવે પાછા વળવા સંગ જ નથી. એટલે રિવા સિવાય કાંઈ બને એવું નથી જ્ઞાની ભગવંતે એટલે જ કહે સર્વ દુઃખનું મૂળ લાભ છે, તૃષ્ણા છે. માટે જીવનમાં જેટલો લેભ છે, તૃગણુ ઓછી, એટલું દુઃખ ઓછું આવવાનું. માણસ પરણે છે લેભમાં “આમ સુખ ભેગવીશ, આમ આનંદ કરીશ.' પરંતુ પછીથી સંસાર ચલાવતાં કેટકેટલી આફત ! કહે છે ને કે “પરણને પસ્તાયા.” છડે છડાને કેટલા દુઃખ? કેટલી ચિંતાઓ ? કેટલા સંતાપ ને કેટલી હાડમારીઓ ? ને પરણેલાને કેટલા દુઃખ ? કેટલી ચિંતા-સંતાપ અને હાડમારીઓ? એમાં કોણ જીતે? કેને દુઃખના પોટલાં વધારે? પરણેલાને કે નહિ પરણેલાને ? સીતા તરછોડાતાં શું વિચારે છે? દુઃખના પિટલાં લાવનાર લોભ છે, રાગ છે. એટલે તે સીતાજીને રામે જંગલમાં તગેડી મૂક્યા ત્યારે સીતાજીને આ વિચાર આવ્યું કે “મારા ભગવાને તો આઠ વરસની ઉંમરે ચારિત્ર લેવાનું કહ્યું છે. પરંતુ મેં એ ન લીધું ને વિષયસુખના લેભમાં પડે,