________________ 205 બેસી રહે, ક્રોધને રોકવા કશે પુરુષાર્થ ન કરે, તે એ માથે ચડી જ બેઠા છે તે ક્રોધ કરાવ્યા જ કરશે. પછી ઊંચા જેને માનવ જનમમાં આવ્યા છતાં શું કમાયા? ત્યારે ત્યાં પુરુષાર્થનું સાહસ કરવું જોઈએ. દા. ત. સાહસ આ, કે નિયમ રાખી લીધું કે ક્રોધ થઈ જાય તે આટલો દંડ ભરે. કોઇ દબાવવા પુરુષાર્થના સાહસનું દષ્ટાન્ત - બહુ વરસ પહેલાં મુંબઈમાં મારે સમરાદિત્યના વ્યાખ્યાન ચાલતા હતા, એક ભાઈ મારી પાસે આવ્યા, મને કહે “ગુરુજી! આ અગ્લિશર્માના ગુસ્સાના ભયંકર પરિણામ આપ બતાવે છે, તે મને એમ થાય છે કે મારે ગુસ્સો ઘણે આવે છે, તે મારું શું થશે? હું બે પૈસે સુખી માણસ છું કેટ કેલાબા ! છે. શેર બજારનું કાર્ડ છે, મારે એને ધંધે, ને દિકરાને ય કરાંચી સુધીને વેપાર ચાલે છે. ઘરને હું વડેરે, તે જરાય કેઈની ભૂલ મારાથી સહન થતી નથી, ઝટ ગુસ્સ કરવા જોઈએ છે. મારે આ જનમ પછી કયાં ભટકવાનું? બસ, આ સમરાદિત્યના વ્યાખ્યાન સાંભળતાં હવે ગુસ્સા ઉપર નફરત વરસે છે, ને એ નિયમ વિના બંધ નહિ થાય માટે મને બાધા આપી દે. મારે ગુસ્સો નહિ કરે.”