________________ સલામી ભરવા જવું પડે છે તે હાથની વીંટીમાં ભગવાનની અતિ નાની મૂર્તિ રાખીને જાય છે, અને રાજાને તે નમસ્કાર દેખાવમાત્ર, બાકી ખરેખર નમસ્કાર એ ભગવાનને આગળ કરીને કરે છે, અર્થાત વીંટી તરફ જોઈને અરિહંતને માથું નમાવે છે. પૂછશે - પ્રવ- ધર્મમાં માયા કરાય? એના કરતાં નિયમ ન કરે શું ખાટે? ઉ– આ પ્રશ્ન ધર્મની બિનગરજ અને ધર્મના કહીને મૂલ્યાંકનમાંથી ઊઠે છે. કેમ જાણે “ધર્મ ન કરીએ તે ચાલે એમાં કાંઈ નુક્સાન નહિ! પરંતુ માયા ન કરાય. એ માયાથી મોટું નુક્સાન!' આવી સમજ રાખી છે. પણ ખબર નથી કે ધર્મ વિના તે એક ઘડી ય ન ચાલે અર્થાત્ ધર્મ ન કરીએ એ ન જ ચાલે. ધર્મ વિના ન જ ચાલે; કેમકે ધર્મ વિના બહુ મેટાં નુકસાન છે. કારણ કે ધર્મ નહિ એટલે એકલું પાપજીવન જ ઊભું રહેવાનું. એમાં બહુ બહુ નુકસાન! ત્યારે નિયમથી ધર્મ કરતા રહીએ એમાં ધર્મ સાચવવા કયારેક માથા કરવી પડે, એનું એવું નુકસાન નહિ. આ એના જેવું છે કે ઘરમાં જિનમંદિર રાખવાની વાત આવે ત્યારે સામે ઢાલ ધરાય છે કે પણ