________________ 25 પોતાના ગામ આવ્યા પરંતુ પત્ની નાગિલાની કુનેહથી ચારિત્રના મહામૂલ્યને ખ્યાલ આવી ગયે, એટલે ચારિત્રમાં સ્થિર થઈ ગયા અને પાછા વળી ગુરુ પાસે આવી આલેચના પ્રાયશ્ચિત કર્યું અને હવે ધર્મ પર ભારે અહેભાવ છે “અહે! કેવું સુંદર અને મહાઉિંમતી ચારિત્ર મને મળ્યું છે! અહે! કેવી ઉત્તમતમ ચારિત્રની પવિત્ર ક્રિયાઓ મને મળી છે!” એમ અહંભાવ રહેવાથી ચારિત્રના પાલનમાં ભારે જેમ અને ઉત્સાહ જાગે છે. - અહોભાવ આવે એટલે પછી એની આરાધનામાં દિલ ગદ્દગદ થાય, તે ભવદેવ મુનિ હવે જે ચારિત્ર પાળે છે એના એકેક આચાર અને અનુષ્ઠાનમાં ગદ્ગદતા અનુભવે છે. ગદ્દગદ એટલે ભીનું ભીનું. કેવું કે જેમ બિમાર પત્ની માટે કોઈ કિમિયાગર એવી દવા આપે કે જે વાટીને લેવાની હોય તે એ વાટતાં પતિને દિલ કેવું ગદ્ગદ હોય છે ! નમિ રાજાને દાહ જવરમાં ઠંડક માટે ચંદનના વિલેપન કરવા સારુ રાણીએ પોતે ચંદન ઘસવા બેસી ગયેલ, તે કેવા દિલથી ઘસતી હશે? શું કેરા શુષ્ક દિલથી? ના, બહુ ગદ્ગદ દિલથી ઘસતી હશે. ચંદન ઘસતાં મનને થતું હશે કે વાહ! આ મારું ઘસેલ ચંદન પતિને, લગાડું ને બસ એમને દાહ મટી જાઓ!'