________________ શe એમાં કરંડિયામાંથી એકેક પુપ લેતાં વચમાં છુપાયેલ સાપ કરડે છે. સાપ કરડે એટલે વેદના ઊભી થાય, ત્યાં પછી ધ્યાન પૂજામાં રહે? કે વેદનામાં જાય? જાત અનુભવ જેજે કે, એક મચ્છર કરડે તે ધ્યાન પૂજામાં, કાઉસ્સગમાં, કે માળામાં રહે છે કે મચ્છર કરડયાની વેદનામાં જાય છે? ત્યારે અહીં સાપના દંશની વેદના છે છતાં ધીર વીર નાગકેતુનું ધ્યાન એમાં ન જતાં પ્રભુની પૂજામાં પ્રભુની ભક્તિમાં રહે છે, ને તે પણ ધ્યાન હવે વધુ જોરદાર બને છે! નહિતર તે ધ્યાન જોરદાર બન્યા વિના કેવળજ્ઞાન સુધી શાન પહોંચે? પણ એ પહોંચ્યા ! કેવળજ્ઞાન થવા પૂર્વે વીતરાગતા આવવી જોઈએ, એ આવી! તે વીતરાગ બનવા સુધી પહોંચાડનારું ધ્યાન કેવુંક જોરદાર જામ્યું હશે કે એ ઠેઠ અનાસક્ત ભાવ અને વીતરાગતા પ્રગટ કરી દે? આવું ધ્યાન વીતરાગની પૂજાભક્તિમાં શી રીતે જામી શકયું? અહીં મનને એક આશ્ચર્ય થાય કે “રેજ પૂજા તે કરતા જ હતા અને આજે સાપ ડસ્યા પહેલાં ય પૂજા તે ચાલુ જ હતી. છતાં ત્યાં ધ્યાનનું જેસ ને ધ્યાનને વેગ એ ન વળે કે એ વીતરાગતા સુધી પહોંચાડે; પરંતુ સર્પદંશની વેદના પછી પૂજાના ધ્યાનમાં જોસ અને વેગ કેવાક પ્રબળ આવી ગયા કે