________________ 218 પ્રભુના ગુલામ શિષ્ય તરીકે બનવાનું પસંદ કર્યું ! ધન્ય ગુરુ પરના અહોભાવને ! ને ત્યાગ-ધર્મ પરના અહેભાવ સાથે ગદ્દગદ દિલને! નાગકેતુને અભાવઃ ગદગદ દિલ સાથેની ધર્મસાધના કેવું ચમત્કારિક કામ કરે છે કે મહાન શ્રાવક નાગકેતુ એમાં કેવલજ્ઞાન સુધી પહોંચી ગયા! હજી એમણે દીક્ષા લીધી નથી, ગૃહસ્થપણે માત્ર ભગવાનની પુષ્પપૂજામાં ભગવાનની પાછળની યુપથી પિછવાઈ રચી રહ્યા છે, એ આજે જ નહિ, રજને કાર્યક્રમ છે. રોજ પ્રભુની એવી પુષ્પપૂજા પણ કરે જ છે, એમાં અત્યારસુધી કેવળજ્ઞાન નથી પામ્યા, ને આજે પામે છે, એની પાછળ શું રહસ્ય હશે? શું રે જ પૂજા ભાવ વિના કરતા હશે કે સામાન્ય ભાવથી કરતા હશે? ના, નાગકેતુ ચરમશરીરી છે, આ ભવના અંતે મોક્ષગામી છે, જનમથી વિરાગી અને ઈન્દ્રિ પર નિગ્રહવાળા છે તેમજ પ્રભુના શાસનના ભારે રાગી છે. એટલે પ્રભુ પૂજામાં ભાલ્લાસનું શું પૂછવું? છતાં પહેલાં નહિ એવા આજે વિશિષ્ટ ભાવલાસ વધી ગયા છે એનું કારણ? કારણ આ બન્યું પ્રભુની પાછળ પુખેથી પિછવાઈ રચી રહ્યા છે,