________________ ર૬. - પ્રભુપૂજમાં કેવા કેવા અભાવ ? - .. બેલે, પ્રભુપૂજા માટે આવા ગદગદ દિલથી ચંદન ઘસે છે અને પછી પ્રભુને અંગે એનું વિલેપના ગદગદ દિલે કરે છે? પહેલા ખેાળાને બા હોય તે મા એને કેવા ગદગદ દિલથી નવરાવે? એમ પ્રભુને અભિષેક ગદગદ દિલથી કરાય છે ? અહો ! કેવાં મારાં અહોભાગ્ય કે ત્રણ લોકના નાથને, અભિષેક મને મળે ! પ્રભુ ! પ્રભુ ! આ તમારે અભિષેક મારા હૃદયના રાજ્યસિંહાસન પર અધિપતિ તરીકે સ્થાપવા માટે કરું છું. હવેથી મેહ નહિ, પણ તમે મારા રાજા હવેથી મારે માથે મેહની આણ નહિ પરંતુ તમારી આણ વર્તા” આમ અભિષેક વખતે ભાવના ચાલે તે ત્યાં દિલ ગદ્દગદ થાય, કેમકે નજર સામે મેહની આજ્ઞાના ફળમાં નરકાદિ દુઃખમય અનંત સંસાર તરવરે છે ! જ્યારે ભગવાનની આજ્ઞાના ફળમાં નજર સામે અનંત સુખમય મક્ષ તરવરે! વાત આ છે, ધર્મસાધના ધર્મપ્રવૃત્તિ કરવાની તે અભાવ અને ગદ્દગદ દિલથી કરવાની. શાલિભદ્ર કેમ બન્યા? પૂર્વ ભવે મજુરણના ગમાર દીકરા “સંગમ' તરીકે મુનિને ખીર વહેરાવેલી તે ભારે અહોભાવથી