________________ 27 ગુસ્સાને મારે સ્વભાવ છે, તે તમે કેટલીવાર ગુસ્સાના કેટલા ઉપવાસ કરશે?” મને કહે “જુઓ ગુરુજી! ઉપવાસને દંડ છે એટલે તરત ગુસ્સા પર કાબુ આવી જશે; ને કદાચ ગુસ્સા પર એવા બે પાંચ ઉપવાસ કરવા પડશે તે એમાં શું મહ વાંધો આવવાને છે? પણ પછી લાઈન કલીયર ! ક્ષમાની સહિષ્ણુતાની ગાડી સીધી સડસડાટ ચાલશે.” એમની બહુ મક્કમતા દેખી એમને નિયમ આપે. પછીથી એકવાર એ ભાઈ મળ્યા ત્યારે મેં એમને પૂછયું “કેમ પેલે નિયમ કેમ ચાલે છે?” નિયમ પછી કલ્યાણ અનુભવ કે - એ કહે “ગુરુજી! આપે તે મારા પર અનંત ઉપકાર કર્યો. નિયમ લઈને ગયા પછી દંડ તરીકે ઉપવાસને મારા મન પર બહુ ભાર આવી ગયો, એટલે ઘરમાં કે બહાર હું બહુ સાવધ રહે કે મારાથી રખે ગુસ્સે ન થઈ જાય. એમાં એકવાર ભૂલ્યા કોક પ્રસંગમાં ઝટ આવેશ આવી જતો ગુસ્સે પ્રગટ થઈ ગયે તરત ખ્યાલ આવી ગયો, બીજે દિવસે ઉપવાસ કરી લીધે; પણ પછીથી આ ઉપવાસની મન પર એવી સુરકી રહી કે બીજે દહાડે ત્રીજે દહાડે થે