________________ 15. આ કે આ રીતે સદ્દગદ તથા મહાશ્રદ્ધાભર્યા દિલથી અને એક માત્ર શરણભૂત માનીને 108 નવકાર ગણી લેવા જોઈએ અને એને વનિ માભિમાંથી ઊઠવે જોઈએ. કરે શરુ, અને એને જીવન પર ચમત્કારિક પ્રભાવ જે. પેલા શિવકુમારે જ્યાં એ રીતે નવકાર યાદ કરવા માંડયા કે દૈવી પ્રભાવે બેસવા જતું મડદું તરત નીચે પડી ગયું... આ જોઈ જેગી ચમકે. હવે જાપ ચાલુ છતાં મડદુ ઉઠતું નથી એટલે શિવકુમાર જોગી કહે, અરે બચ્ચા! શું તું કઈ મંત્ર ગણે છે? શિવકુમાર કહે “ભાઈસાબ! હું અભણ, મને મંત્ર કયાંથી આવડે? મંત્ર આવડતે હેત તે તે તમારી પાસે આવત જ શા માટે ?" જોગી સમયે - “વાત સાચી છે આ ગમારને મંત્ર શાને આવડે? મારા જ જાપમાં ખામી રહી લાગે છે, એટલે હવે એણે નવેસરથી જાપ શરુ કર્યો. પાછો ગણતરીને જાપ થવા આવ્યું એટલે મડદુ પાછું ઊંચું થવા માંડ્યું. ત્યાં તરત જ શિવકુમારે વળી એવા ગદ્દગદ ભાવ અને અતિ શ્રદ્ધાભર્યા દિલથી તથા એક માત્ર શરણભૂત માનીને મનમાં નવકાર ગણવા માંડયા.