________________ : શિવકુમારને હવે તે નવકાર પર અજબ શ્રદ્ધા થઈ ગઈ છે એટલે જોગી ગમે તેટલે પિતાને ઈષ્ટ જાપ કરે તેથી શું કામ ગભરાય ? જ્ઞાનીઓ કહે છે, જસ મણે નવકાર, સંસારે નસ કિ કુણઈ?” જેના મનમાં નવકાર રમે છે, તેને સંસાર શું કરી શકે? શિવકુમાર પેલા જેગીને “હવે આગળ ચલાવ” એમ કહી શકે છે તે નવકાર પરની ભારોભાર શ્રદ્ધાથી કે “જેના મનમાં નવકાર છે એને મોટો દુશ્મન કે મોટા જંતરમંતર વગેરે શું કરી શકે ?" - જોગી સમજો કે આ છોકરાની વાત તે સાચી લાગે છે કે એને માટે મંત્ર આવડતું હોય તે મારી પાસે આવે જ શું કામ? બસ ત્યારે, હવે બરાબર એકાગ્રતાથી નવેસરથી જાપ કરવા દે જોગીએ જાપ શરુ કર્યો, અને અહીં શિવકુમારના મનમાં ગદ્ગદભાવે તથા એક માત્ર શરણ માનીને નવકાર ગણવાનું ચાલુ છે. જોગીએ ગણતરીને જાપ પૂરો કરવાની તૈયારી છે ત્યાં જુઓ હવે શું બને છે. જોગીને સુવર્ણપુરુષ : વેતાલ જુએ છે કે “આ જોગી ગમાર લાગે છે બબ્બે વાર મડદું ઊઠતું પાછું પડી જાય છે છતાં