________________ એ તે જંગલી શિકારી પશુના ભવે ય કર્યું હતું, તે પાછું અહીં ઉત્તમ જનમ મળ્યા છતાં એ જ કરવાનું? તે પછી ભવની ઉચ્ચતા ઉત્તમતા શી સફળ કરી? તું રાજા છે તે હવાલદાર કરતાં તારી પિતાની બહ મેટી ઉચ્ચતા સમજે છે, અને એ ઉચ્ચતાને સત્તાઠકુરાઈ, ઉચ્ચ સિંહાસનારૂઢતા, માન-મર્તબા આજ્ઞાકારિતા વગેરેથી સફળ કરવાનું સમજે છે, ને સફળ કરે છે; પણ એ વિચાર કે એના બદલે તું હવાલદારની જેમ જે ગુલામી, આજ્ઞાધીનતા, દ્વારપાલતા વગેરે કરે, તે કેટલું બેહંદુ! બસ એવી રીતે માનવ જનમની ઉચ્ચતાને તે ધર્મથી જ સફળ કરવી જોઈએ. એના બદલે માનવ શિકારી પશુની જેમ શિકાર ખાનપાન વગેરેથી સફળ કરે તે કેટલું બેહંદુ? આપણે તે કુદરતના મોટા સંતાન એટલે આપણે તે કુદરતના નાના સંતાન માત્ર પર દયા કરવી જોઈએ. નહિતર હિંસાના દારુણ પરિણામ જનમ જનમ ભેગવવા પડે.” મુનિએ આ ઉપદેશ અને એ બતાવનાર જિનેશ્વર ભગવાન તથા એનું પાલન કરનાર ત્યાગી મુનિની ઓળખ આપી, એટલે રાજા પીગળી ગયે ! એની નજર સામે હિંસાથી અધમ જન્મની પરંપરાની વિટંબણું આવી ગઈ અને જિનેશ્વર ભગવાન તથા સદગુરુ પર અહોભાવ આવી ગયે એ અહોભાવ એવે