________________ * એના ગદગદ. દિલના નવકારના પ્રભાવથી વળી મડદુ નીચે પડી ગયું. નવકાર આ શ્રદ્ધાથી ગણાય તે કેવું અલૌકિક ફળ દેખાડે છે! . આ જોતાં શિવકુમારની નવકાર પર શ્રદ્ધા એર વધી ગઈ પણ પેલે જોગી જાએ છે કે મારા જાપમાં ફરક પડે નહિ. તે પછી આમ કેમ થાય છે? કેમ મડદું ઊઠીને આ છોકરા પર ઘા કરી એને ઉંચકીને અગ્નિના કુંડમાં કેમ નથી નાખતું ? નક્કી આ છે કરે કાંઈક મેટે મંત્ર ગણતે હશે.” આવું લાગવાથી જોગી હવે તે ગુસ્સે થઈને ભૂકુટિ ચડાવી શિવકુમારને કહે “એલરે છોકરાર કર્યો મંત્ર ગણે છે? બેલ, નહિ તે મારી નાખીશ!' - હવે શિવકુમાર ગભરાય એવું નથી. શરીર અલમસ્ત છે એટલે જોગી સાથે બાથંબાથીમાં ઊતરવું પડે તે ચિંતા નથી. એ તરત જેગીને કહે “ભાઈ સાહેબ! માફ કરે, ગુસ્સે શું કામ થાઓ. મને બુધુને મંત્ર શાને આવડે? મંત્ર આવડતે હેત તે તમારી પાસે આવત શું કામ? જરાય શંકા ન કરે, આપ આપનું કામ ચલાવે, અને જલદી સુવર્ણપુરુષ બનાવી, મને સારું સેનું આપ, આપને બહુ ઉપકાર માનું. હું તે સાવ દરિદ્ર થઈ ગયો છું.”