________________ માંડવાની ભૂલ સુધારી લેવાનો નિર્ધાર કરી લીધું હશે. સીતાની દીક્ષા કયા સંજોગોમાં ને કઈ ગણતરી પર? - નહિતર બીજું તે કાંઈ નહિ, પણ રતન જેવા પિતાના બે બાળક લવણ અને અંકુશ તરફ દિલ ન ખેંચાય? કે “અત્યાર સુધી હું જ આમને આધારભૂત બનેલી, એમને તે મારા પર અથાગ રાગ તે અત્યારે આમને કેમ તરછોડાય?” આટલું મનમાં ન આવે ? છોકરાને માતા પર પ્રેમ, તેમ માતાને લાયક અને પ્રેમાળ પુત્રો પર પ્રેમ ઓછો હોય? પરંતુ કેમ એ કઈ ગણતરીમાં ન લીધું ? અને કલંક ઉતરી ગયું એટલે તરત જ કેમ ચારિત્રમાર્ગે નીકળી પડયા? કહે, જંગલમાં તરછોડવાના ભયંકર અપમાન અને દુઃખની પાછળ પિતાની સંસારલંપટતાની ભૂલ જ કારણભૂત જોયેલી, અને એને હવે સુધારી લેવાને સંકલ્પ કરી મૂકેલે તેથી હવે કલંક ઊતરી જતાં સંસાર જ છેડી દે છે, ત્યાં કેણ પુત્રો? ને પતિ? કે મહેલવાસ ને કેણુ વનવાસ? કોણ માનપાન ને કે ઠકુરાઈ? જોઈ લીધું, અનુભવી લીધું, હવે સંસારની જરૂરી નથી. સંસારને લોભ પાપની ને ખેની ખાણ છે. હવે અવસર આવી લાગતાં એ સંસારલેભના