________________ કરવાનાં હેય. એમાં તું ઉત્તરસાધક થાય એટલે તે તને ન્યાલ કરી નાખું.” - શિવકુમાર ભેળવા. ભલે ભેળે આદમી ને મનને એ વિચાર નથી આવતું કે “આ જોગી તે આમ કહે છે, પરંતુ લાવ, નગરમાં કઈ સારા બે ચાર જણને પૂછું કે સુવર્ણપુરુષ આમ બનતું હશે ? મારે જેગી સાથે જવા જેવું છે?” ના, આ કશું પૂછવા જવાનું એને મનમાં ય નથી આવતું. કારણ? અત્યારે પૈસાને ગરજુ થઈ ગયે છે, તેમ લાગે છે, અને કોઈ જાતના પૈસાના રોકાણ વિના તથા અલ્પ પ્રયત્નમાં પૈસા ઢગલે મળી જતાં દેખાય છે. એટલે હવે બીજાની સલાહ લેવાનું શું કામ મનમાં ય આવે? કહે છે ને કે ગરજવાનને અક્કે નહિ? જીવનગુણઃ પ્રધાનપુરુષ પરિચહ - ધર્મબિન્દુ શાસ્ત્રમાં સામાન્ય ધર્મ એટલે કે ગૃહસ્થની ભૂમિકાના ધર્મમાં એક ગુણ “પ્રધાનપુરુષને પરિગ્રહ” કહ્યો છે. અર્થાત સમાજમાં ગુણિયલ મુખ્ય પુરુષ હોય એને પિતાના વડિલ તરીકે રાખવે, જેથી અવસરે અવસરે મહત્વના કાર્યમાં એની સલાહ લઈ શકાય અને અવસરે એ આ પણને જરૂરી સાવધાની આપે, ખોટા રસ્તે જતા આપણને રેકે, જરૂરી કાર્યમાં આપણને જોડે એવી એને આપણે વિનંતિ કરી