________________ જેગી કહે “અહએમ છે? તે એક કામ કરીશ? મારે સુવર્ણ પુરુષ સિદ્ધ કરે છે. તાર ઉત્તરસાધક બનવાનું. હું એક મડદા પર જાપ જપીશ ત્યાં જાપ પૂરો થતાં મડદું અગ્નિકુંડમાં પડી સુવર્ણપુરુષ થઈ જશે પછી તને જોઈએ તેટલું ધન આપીશ. બેલ બનીશ ઉત્તરસાધક? આમ બેકાર ફરે છે એના કરતાં ચાલ મારી સાથે જંગલમાં અને આપણે સુવર્ણપુરુષ સિદ્ધ કરી લઈએ!” શિવકુમારને સુવર્ણપુરુષ કેમ સિદ્ધ થાય છે એની ક્યાં ખબર હતી? બેકાર હતો ને પૈસા જોઈતા હતા, એમાં વળી બહુ ઓછી મહેનતે ઢગલે પૈસા મળી જતા દેખાય છે, એટલે એણે તરત હાથ જોડી કહ્યું “હા બાવાજી! હું ઉત્તરસાધક બનીશ. પણ પછી મને સારા પૈસા મળવા જોઈએ.' બા કહે “હા, હા, તું ફિકર ન કર. સુવર્ણપુરુષ સિદ્ધ થયા પછી તે રોજ એના સુવર્ણમય શરીરમાંથી જેટલા અંગ કાપી લે એટલા બીજે દિવસે પાછા એનામાં એટલા અંગ ટી નીકળે! આ અખંડ સુવર્ણપુરુષ બની જાય એટલે તેને મનમાન્યું સુવર્ણ આપવામાં મારે શી ખોટ પડવાની હતી? અમે તે જેગી, એટલે અમારે તે એનાથી પરોપકારના કામ