________________ ઉચા, પુણ્યાનુબંધ ઊંચા શુભાનુબ ધ ઊભા કરેલા, એને પ્રતાપ હો કે પછીના કુમારપાળ સમ્રાટના ભવમાં 18 દેશની ઠકરાઈ વચ્ચે ઊંચી ધર્મબુદ્ધિ ઝગમગતી રહી!... " ' ધર્મસાધનાની ચાર ખાસિયત છે. (1) અભાવ (2) ગદ્ગદ દિલ (3) અપૂર્વ હર્ષોલ્લાસ (4) રોમાંચ (1) અહેભાવ અહોભાવ એટલે અહ અહ થાય. દા. ત. કોઈ ચમત્કારી વાત બની આવે ત્યારે “અહા ! અહા !" થાય છે ને ? એ અભાવ છે. નવકાર મંત્રની કથામાં શિવકુમારનો પ્રસંગ આવે છે ને? ધમ બાપે એને સુધરવા ઘણું કહ્યું પણ શિવકુમારે જુગારનું વ્યસન છોડ્યું નહિ. ત્યારે છેવટે બાપે મરતા પહેલાં એટલું કહેલું કે “જે ભાઈ! કયારેય પણ આપત્તિ આવે ત્યારે નવકારમંત્ર યાદ કરજે.' થયું? બાપ મર્યો અને શિવકુમારે પછીથી જુગારમાં બાપની બધી મૂડી ખલાસ કરી નાખી ! એ સાવ ચિંથરેહાલ થઈ ગયે. કાંઈ ધંધે નહિ, નેકરી