________________ વેળી પુણ્યાનુબંધે યાને શુભ અનુબંધ સારા લઈ આવ્યા હોઈએ, તે એના પ્રતાપે અહીં સદબુદ્ધિ મળે, ધર્મબુદ્ધિ મળે, એ શુભાનુબંધના 3 કારણ એયા, (1) પાપને પ્રબળ સંતાપ, (2) ધર્મસાધનામાં ભારે અહંભાવ ગદ્દગદ દિલ રોમાંચ અપૂર્વ હર્ષ, અને (3) ધર્મસાધના નીતરતે નિરાશંસભાવ. આ ત્રણ કારણોને વિચાર કરી રહ્યા છીએ, એમાં જોવાનું છે કે એ ત્રણ રાજા કુમારપાળને પૂર્વ ભવે ઉત્તમ કેટિના સધાયા હશે તેથી જ તે અહીં 18 18 દેશની ઠકુરાઈ વચ્ચે જ્વલંત ધર્મબુદ્ધિ રહે છે! કુમારપાળને જવલંત ધર્મબુદ્ધિ પૂર્વની ગદગદ ધર્મસાધનાને લીધે H પૂર્વભવે કુમારપાળના જીવને પાપિષ્ઠ વ્યસની અને બહારવટિયાના જીવન પછી ગુરુયોગ મળતાં એણે પાપિષ્ઠ જીવન બદલી નાખી ધર્મી જીવન બનાવ્યું, ગુરુના સાંનિધ્યમાં રહી ધર્મસાધના કરી રહ્યા હતા, તે પૂર્વના પાપના સંતાપવાળી તે ખરી, ઉપરાંત આવી અહેભાવવાળી અને ગદ્દગદ દિલવાળી સાધના એટલે જ જ્યાં પિતાની સર્વસ્વ મૂડીરૂપ પાંચ કોડીના ફૂલથી જિનેન્દ્ર ભગવાનની પૂજાને અવસર આવ્યો ત્યાં એ પૂજાધમની સાધનામાં ભારે અહોભાવ ગદ્દગદ દિલ અને અપૂર્વ હર્ષોલ્લાસ ઝગમગી રહ્યા હતા! એથી