________________ 1ii આગળ વિચારે છે, એટલે તે બહેતર છે કે આ મરે તે પછી બીજા સાથે એવા ખેલ ખેલી શકું.” આ હિસાબે એણે પતિને પિષધ-ઉપવાસના પારણે ઝેર દઈ દીધું! એનાથી મારી નખાયેલ પ્રદેશ રાજા પહેલાં કેટલે બધે વિષયલંપટ, કામાંધ, અને મેહમૂઢ હશે એ સમજી શકાય છે એવી કામાંધ સ્થિતિમાં પ્રદેશી રાજાની કઈ ગતિ થાત? શાસ્ત્ર કહે છે, “નરક તરફ દોટ મૂકી રહેલ પ્રદેશી રાજાને, ગુરુ કેશી ગણ મહારાજે, હાથ પકડે, અને એને સ્વર્ગમાં ચડાવી દીધે! ત્યારે અહીંઆ વિચારવા જેવું છે કે કેશી ગણી મહારાજના ઉપકારથી રાજા બંધ પામી આસ્તિક ધર્માત્મા બનીને એવું તે એણે શું સાધ્યું કે એથી નરકગતિમાં લઈ જનારા પાપ જાણે માફ થઈ ગયા?” પ્રદેશને નરકને બદલે વર્ગનું કારણ - બસ, સાધ્યું આ, કે એણે પૂર્વે કરેલા ઘેર પાપના પ્રબળ સંતાપ રાખી સમ્યક્ત્વ અને દ્વાદશવ્રતમય શ્રાવક ધર્મ પાળવામાં ભારે જેસ ઊભું કર્યું. જાલિમ પાપો નજર સામે તરવરે, એનાથી પિતાને ભયંકર સત્યાનાશ દેખાય, ત્યારે હવે એનાથી બચવું છે અને “બચાવનાર ધર્મ છે” એવું હૈયાને ઠસી જાય,