________________ સ્થિતિઘાત વધતું ચાલી અંતિમ સ્થિતિ ત્રણ કર્મની અંતર્મુહૂતની જ સ્થિતિ બાકી રહે છે. એટલે અંતિમ અંતમુહૂર્તમાં એ કર્મો ભેગવાઈ જઈ નષ્ટ થઈ જાય છે. વાત આ છે વીતરાગદશા જ કેવળજ્ઞાન પ્રગટ કરી શકે છે, ને વીતરાગ દશા લાવવા માટે જેમ રાગાદિ પરથી મન ઉઠી જાય, “એમ રાગાદિનાં સાધન પરથી ય મન ઉઠી જવું જોઇએ, એની આસક્તિમાત્ર નષ્ટ થવી જોઈએ. ત્યારે હવે જુએ કે અહીં આસક્તિ નષ્ટ કરવામાં પાપ સંતાપ કેવુંક કામ કરે છે." પાપને પ્રબળ સંતાપ છે એટલે જેમ મનને પાપ કરડે છે, પાપ પર અત્યંત ધૃણું થાય છે, એમ પાપનાં સાધન પર પણ ઘૂ થાય છે, અભાવ થઈ જાય છે. દા. ત. ઝાંઝરિયા મુનિના ઘાતક રાજાને આ પાપનાં સાધન પર અભાવ થઈ ગયે. એણે જોયું કે (1) “આ ઋષિ હત્યા કરવામાં એક પ્રબળ નિમિત્ત રાજ્યમાલિકી બની આવી “મારી પાસે રાજ્ય છે એટલે હું રાજા છું' એના અભિમાન પર મનને એમ થયું કે “મને ઠીક ન લાગે એને ઉડાવું” આ મુનિ રાણીના પૂર્વના કેઈ યાર લાગ્યા, એ મને ઠીક ન લાગ્યા માટે રાજપણના ગુમાન પર તેમને મેં તલવારથી ઉડાવ્યા ! -