________________ C . જેમાં એક વખતના મહાપાપ આચરનારાને કઈ ગુરુની દયા થઈ, પાપ પર ઘણું થઈ પાપના પ્રબળ સંતાપ ઊભા થયા. તે પછી એ જે ધર્મપ્રવૃત્તિમાં લાગ્યા તે એવી હૈયાની ચાહના સાથે અને એવા પાપ સંતાપથી ચડી ગયે ને? પેલા સુવ્રત મુનિ પર શિકારી કૂતરા છેડનાર રાજા, જ્યાં જોયું કે કૂતરા મુનિના ધર્મતેજમાં અંજાઈ જઈ મુનિના ભક્ત જેવા બની ગયા! ત્યાં એને પાપના ભારે સંતાપ થવાથી હવે જીવવું ઝેર જેવું લાગે છે, આપઘાત કરવા તૈયાર થઈ જાય છે! પણ દયાળુ મુનિ એને હાથમાં રહેલા માનવજન્મની મહાકિંમત સમજાવે છે. કહે છે જે, આપઘાતથી તું મરીશ, પણ તારાં પાપ નહિ મરે” પરંતુ જ્યાં સુધી આ જનમ હાથમાં છે ત્યાં સુધી પાપનાં નિરાકરણ માટે અને આત્માનાં સુકૃતેના સંચય ભરી લેવા માટે મહાન તકે છે, સોનેરી અવસર છે. પરંતુ જે જનમ જ ગુમાવી દીધે, તે પછી એ બધા પાપનિકાલ અને સુકૃત–સંચની તક ગઈ! રાજા