________________ 181 મનુષ્ય જનમ એ સર્વપાપનાશ અને સુકૃતસંચયનું અનન્ય કારણ છે. તેથી જ્યાં સુધી મનુષ્ય જન્મ હાથમાં છે ત્યાં સુધી આ કાર્ય થઈ શકશે. આપઘાતથી જન્મ બેઈ નાખે આમાંનું કશું નહિ બની શકે. મુનિ રાજને કહે છે, જે મહાનુભાવ! જ્યારે અહિંસા સંયમ તપથી યુગજુના જન્મનાં નાના મેટાં પાપ નષ્ટ થઈ જાય છે, તે પછી તારું આ જન્મનું પાપ એનાથી કેમ નષ્ટ નહિ થઈ જાય? બસ, રાજાને મુનિને ફફડી નખાવવા શિકારી કૂતરા છેડી મૂક્યાના ઘેર પાપને પ્રબળ સંતાપ તે હતા જ, અને એથી જ તે એ આપઘાત કરવા તૈયાર થયા હતા, પરંતુ હવે સાચે ઉપાય જાણવા મળતાં રાજા ત્યાં ને ત્યાં જ અહિંસા-સંયમ–તપને અપનાવી લેવા તૈયાર થઈ ગયો ! અત્યાર સુધી કશે ધર્મને અભ્યાસ ખરો? ધર્મને અભ્યાસ? જેને જંગલનાં નિર્દોષ હરણિયાં સસલાં જેવા પંચેન્દ્રિય પશુઓના શિકાર કરવા જોઈતા હતા, એ રાજા વિષયલંપટ પણ કેક હશે? પરિગ્રહની તૃષ્ણ-મમતા પણ એને કેવીક હશે? આવાને ધર્મને અભ્યાસ? હજીની ઘડી સુધી જેને ધર્મને કશે અભ્યાસ નહિ, એ ચારિત્ર લે !