________________ 174 જન્મારા સુધી જૈનધર્મની પ્રાપ્તિ જ ન થાય! ને ભયંકર દુર્ગતિએના ભવેમાં ભટકવું પડે એ જુદું! ઝાંઝરિયા મુનિને ઘાત કરીને રાજાએ આ સ્થિતિ ઉભી કરી હોય એ રાજા એજ ભવમાં ત્રષિઘાત પછી થોડા જ વખતમાં કેવળજ્ઞાન પામે? શું કેવળજ્ઞાન એ સામાન્ય વાત છે? કઈ સારી મનુષ્યગતિ નહિ, દેવગતિમાં ય ભવનપતિ તિષ વૈમાનિક દેવકે ય નહિ, માત્ર સમકિત દેશવિરતિ-સર્વવિરતિ ભાવ પણ નહિ, કિન્તુ એથી ય આગળ અપૂર્વકરણ યાવત્ અનાસંગ ગ વીતરાગ દશા આવે, ત્યારે ઉપર કેવળજ્ઞાને પહોંચાય ! મહામુનિને હત્યારે રાજા કેવળજ્ઞાન પામી જાય એ કે ચમત્કાર ! શાના ઉપર આ ચમત્કાર ? કહે, પાપના પ્રબળ સંતાપ પર. અહીં એક પ્રશ્ન થાય. પાપ સંતાપમાત્રથી કેવળજ્ઞાન શી રીતે? અહીં એ સમજી રાખવાનું છે કે કેવળજ્ઞાન વીતરાગભાવ આવે પછી જ પ્રગટ થાય. કેમકે કેવળજ્ઞાન પ્રગટ થવામાં સમસ્ત જ્ઞાનાવરણીય કર્મરાશિ, દર્શનવરણીય કર્મરાશિ, અને પાંચેય અંતરાય કશ્મરાશિ નષ્ટ થાય એ જરૂરી છે. ત્યારે આ નિકાચિત