________________ એટલે પછી સ્વાભાવિક છે કે ધર્મ સાથે આસધાય. લાંબા મંદવાડમાં શક્તિ સાવ ગુમાવી બેઠેલે શ્રીમંત સાજો થયા પછી કેવા જેસથી શક્તિની દવાઓ અને પસ્ટિક ખોરાક ખાય છે! બાપુકી લક્ષ્મી સટ્ટા અને એશઆરામીમાં ગુમાવી બેઠેલે માણસ નસીબ જે યારી આપે અને કોઈ સ્નેહી એને બીજા ધંધામાં જોડી દે, તે એ ધંધામાં કેટલે જેસ સખે છે! કેમ વારુ? કહે પિતાની પૂર્વની અવલચંડાઈ નજર સામે તરવરે છે, એનાં માઠાં ફળ નજર સામે તરવરે છે અને એને એને ભારે ખેદ છે તેથી હવે સહેજે સીધી લાઈનના ધંધામાં જેસ આવે જ. બસ, એજ રીતે પૂર્વ જન્મના ને આ જનમના ભયંકર પાપે નજર સામે રાખો અને એને પ્રબળ સંતાપ રાખો, તે સહેજે ધર્મમાં જેસ આવે. અલબત્ આત્મકલ્યાણની ઝંખના જોઈએ, તાલાવેલી જોઈએ, અને “ધર્મથી આત્માને ભારે બચાવ મળશે” એની પૂરી શ્રદ્ધા જોઈએ. એ હેય એટલે તે પછી પોતાના પૂર્વ પપિને જોઈ જોઈ સહેજે તારણહાર ધર્મમાં જેસ આવે. એક બાજુ પ્રબળ પાપસંતાપ અને બીજી બાજુ જેસ ઉત્સાહ અને વધતે ઉલ્લાસ, એનાથી થતી ધર્મની સાધના ચમત્કાર સરજે છે.