________________ ચુકાય. એનું નામ જણ સાચવી કહેવાય. કુમારપાળની જયણા - કુમારપાળ મહારાજા ચેમાસામાં રાજધાની પાટણની બહાર જતા નહિ એટલું જ નહિ, કિન્તુ પાટણમાં પણ હરવા ફરવા જતા નહિ કેમકે ચોમાસામાં જીવેની ઉત્પત્તિ વધારે, તેથી હરવા ફરવામાં જીવે ભરચક મરવા સંભવ. આ હરફર ન કરવું એ જયણ. કુમારપાળ મહારાજ ચેમાસામાં નિત્ય એકાશન, પાંચ વિગઈ ત્યાગ, લીલેરી સદંતર ત્યાગ, અને પૂર્ણ બ્રહ્મચર્ય રાખતા ! આ શું છે? અહિંસા ધર્મના પાલનમાં જયણ. શી રીતે ? તે કે એકાસણું કરે એટલે માત્ર એક ટંકના ભજનથી બીજા ટંક અંગે હિંસામય આરંભસમારંભ બંધ. સંપૂર્ણ બ્રહ્મચર્યથી અબ્રહ્મની હિંસા બંધ. અને લીલોતરી ત્યાગ વગેરેમાં પણ હિંસા બંધ થાય. કુમારપાળના ઊંચા ધર્મપરાકની પાછળ પૂર્વ ભવની જિનભક્તિ, સાધુસત્સંગ અને વર્તમાન ભવના વૈરાગ્ય તથા ધર્મપ્રેમ કેવા કામ કરી રહ્યા હશે ?: માત્ર પૂર્વની પાંચ કે ડિના ફૂલથી પૂજાનું ફળ સમજતા નહિ. કુમારપાળને પૂર્વ ભવની જિનભક્તિ તથા સાધુ-ઉપાસનામાં બે મહાન તત્ત્વ જબરદસ્ત કામ કરી રહ્યા છે -