________________ 154 આ શું કર્યું? વિવેક કર્યો, દિલ દેવા લાયક હોય તે તે વિશ્વસનીય માણસને જ દેવા લાયક હોય, અવિશ્વસનીયને નહિ, પછી ભલે એ ઉપરથી ગમે તેટલે લાભ દેખાડતો હેય, અને ગમે તેટલા પ્રેમના સવાસલાં કરતે હોય; પરંતુ જે એણે અંદરખાને વિશ્વાસઘાતનું કામ કર્યું છે, દુકાન પર બેસીને ભાગીદારીના ધંધામાં નહિ પણ ખાનગી રીતે પિતાના અંગત ધંધામાં જ મુખ્ય ધ્યાન રાખ્યું છે, અને મોટા લાભના સદા ખાનગી રાખી પિતાના અંગત ધંધા ખાતે જ લીધા છે, તે એ વિશ્વાસઘાતનું જ કામ કરી રહ્યો છે. પહેલાં આપણે આ ન જાણ્યું ને ત્યારે એના પર ખૂબ પ્રેમ દાખવતા હતા, પરંતુ પાછળથી આ વિશ્વાસઘાતની ખબર પડી, તે શું હવે એ ભાગીદાર પર પૂર્વવત પ્રેમ બ રહે? શું એને પહેલાંની માફક દિલ આપીએ? ના, જે આપીએ તે આપણે નિવિવેકી બધુ ગણાઈએ. એમાં તે પછી મોટી પછાડ ખાવાનું થાય, ત્યારે વિશ્વાસઘાતના વધુ નુકસાનના ભેગ બનવું પડે. પરિણામ દારુણ જોયા પછી પણ જે વિશ્વાસ રાખીને તણાયા તે તારાજ થઈ ગયા. બસ, સુદત્ત રાજાએ સંસારવાસની આ અવિશ્વસનીયતા જોઈ. એમાં અઢળક પાપાચરણ અને પાપકર્મ–બંધની મહાનુકસાની જોઈ એનાથી દિલ