________________ એટલે એણે વંકચૂલને માત્ર શાબાશી આપી એટલું જ નહિ, પણ લૂંટારાને ધંધે પડતું મૂકાવી પિતાને દિવાન બનાવ્યું. * હવે એ દિવાનગીરીમાં શ્રાવક બને છે, એ એના ચરિત્રના અંતિમ પ્રસંગ પરથી જાણવા મળે છે; કેમકે એને એ કઈ ભારે રોગ થયે છે એ વખતે વૈદ્ય એને કાગડાના માંસના અનુપાનમાં દવા લેવાનું કહે છે. ત્યાં એને પેલા ચાર નિયમમાં એક નિયમ કાગડાના માંસના ત્યાગ”નો હાઈ એ અનુપાન લેવાની ના પાડે છે. વૈદ્ય કહે તે પછી જે આ રીતે દવા નહિ લે, તે રોગ જીવલેણ નીવડશે.” ત્યારે વંકચૂલ કહે છે - “ભલે, મતની ચિંતા નહિ, પણ નિયમનો ધર્મ પળાશે ને ? ધર્મ પાળતાં મત આવે એ તે ધન્ય મૃત્યુ!” એ વખતે રાજા એને આ અનુપાનમાં દવા લઈ લેવા સમજાવે છે, છતાં વંકચૂલ પોતાના નિયમમાં મક્કમ છે. ત્યારે રાજા પરગામથી એના શ્રાવકમિત્રને બોલાવે છે, જેથી એ વંકચૂલને એ દવા લેવા સમજાવે છે. અલબત્ આ શ્રાવકમિત્ર ખરેખર કલ્યાણમિત્ર છે એટલે એ વંકચૂલને ખાનગીમાં પૂછીને જાણી લે છે