________________ 16 આહાર કરતા અહનિશ મા, નાએ ઈણ સંસાર, સાંભળ વિસરામી” અર્થાત્ હે જગતને વિશ્રામ આપનારા દેવાધિદેવ ! તમે સાંભળે કે હું આહાર કરવામાં રાત-દિવસ રા-માએ રહ્યો, આહાર સંજ્ઞા રાત-દિવસ જીવતી જાગતી રાખીને એને પિષ્યા કરી, તેથી આ સંસારમાં નવનવા જન્મરૂપી વેશ કરીને નાચતે રહ્યો. આહાર– સંજ્ઞાના પાપમાં જ મનમાં જુઓ કીડા–કીડી-મંકોડામાકણ-મચ્છર વગેરેનાં જીવન કેવાં છે? દિવસ-રાત એક જ મુખ્ય લેશ્યા ખાઉં ખાઉંની ! કેમ આમ ? કહે, પૂર્વે કાઈક મનુષ્ય અવતારે વિવેકના જન્મમાં આવ્યા છતાં ખાઉં ખાઉંની લેગ્યા પર કાપ જ મૂકે નહિ. અવિવેકથી દહાડે ખાઉં રાતે ખાઉં વગર તિથિએ ખાઉં ને તિથિએ પણ ખાઉં'... આ ખાઉં ખાઉં”ની લેગ્યામાં કર્મસત્તા એ ભાવ તે ભવ આપી દીધે,– “જા કોડી થા કીડા થા માકણ થા, મચ્છર થા ત્યાં ખાઉં ખાઉંના ભાવ સારા સચવાશે એમ જાણે કર્મસત્તા કહે છે. જે જેદ્યા જેવી આહાર સંજ્ઞાએ કીડા-કડીના અવતાર, તે ખાવું એ પાપ ? કે ધર્મ ? કહે પાપ.