________________ મચ્છ એકવાર મનુષ્ય અવતારે હશે ત્યારે અજાણતાં નહિ, પણ જાણી જોઈને સમજપૂર્વક “ખાઉં ખાઉં'ની આહાર સંજ્ઞા ખૂબ પાળી પિષી હશે એનું આ ફળ છે. અજ્ઞાનીના ખાવાના સૂત્રે આ છે - સે કામ પડતાં મૂકીને ખાવાનું કામ પહેલું ખાય સે ધાય, બધું કરીએ છીએ, તે નિરાંતે ખાવાપીવા ભેગવવા માટે,' ખાધું એ બાપનું, બાકી રહ્યું તે પારકું અહીં મળ્યું છે તે ખાઈ લે. મર્યા પછી કેને ખબર મળશે કે કેમ?” કાંઈ મરીને ધરમ ન થાય, ધરમ તે ખાઈપીને નિરાંતે થાય”.. આવા આવા અજ્ઞાન સૂત્રો ઘડી રાખ્યા હોય એટલે પછી આહારસંજ્ઞા પિષવામાં શું કામ બાકી રાખે? એમાં નસીબજોગે માછલાની ગતિનું આયુષ્ય બંધાઈ ગયું એટલે બિચારે મરીને તંદુલિયે મચ્છ થઈ ગયે! યા બીજી ગતિઓમાં રખડતે રખડતા તંદુલિયા મચ્છના અવતારમાં આવી ગયે! તે પેલી આહાર સંજ્ઞા પિલાના ભારોભાર સંસ્કારોનું મોટું બંડલ અહીં લઈને જ આવ્યું છે. એટલે હવે એને