________________ સંતાપ જે કેળવાય તે એના ત્યાગની ઝંખના રહે, એમ તપને વિસારીને ખાઉં ખાઉં'ની આહારસંજ્ઞાના પાપની ભયાનકતા સમજાય ને એના પર ધૃણા–સંતાપ રહ્યા કરે, તે તપની ભાવના મનમાં રમતી રહે. તંદુલિયા મને ઘેર આહારસંસાઃ આહારજ્ઞાની ભયાનક્તા શાસ્ત્ર તંદુલિયા મચ્છના દૃષ્ટાન્તમાં એવી સમજાવે છે કે એ બિચારાની કાયા તે તંદલ યાને ચેખાના દાણા જેવડી, અને એ રહે મેટા મગરમચ્છના આંખની પાંપણ ઉપર; ને ત્યાં એ ખાઈપીને આરામથી પડેલા મેટા મચ્છના પહોળા મોઢામાં નાની નાની અઢળક માછલીઓ પાણીના મેજ ભેગી પેસીને પછી મેજું પાછું નીકળવા સાથે બહાર ખેમકુશળ નીકળી જતી જુએ છે ત્યારે એ તંદુલિયા મચછના મનને એમ થાય છે કે “અરરર ! આ મૂરખ મેટે મસ્ય! આટલી બધી વગર મહેનતે મેંમાં આવેલી માછલીઓ હઈયાં નથી કરી જતે? ને એમજ નીકળી જવા દે છે? જો હું એની જગાએ હોઉં તે એક પણ માછલી જવા ન દઉં, બધી ખાઈ જાઉં” આ દુષ્ટ ભાવના કેણ કરાવે છે? “ખાઉં ખાઉ”ની આહારસંજ્ઞાનું પાપ એ કરાવે છે. ત્યારે આહારસંજ્ઞા કેવી ભયાનક? એનામાં કયાંથી એ ભયાનક આહાર સંજ્ઞા આવી? કહે, એ તંદુલિયે