________________ એ સંસ્કારના રે ઢગલે માછલીઓ ખાઈ જવાની એવી ભયાનક કાળી લેશ્યા થાય એમાં નવાઈ શી? ભલેને શરીર સાવ નાનું છે, પરંતુ સંસ્કારનું પોટલું મેટું છે, તે આત્મામાં એને પડઘે પાડવારૂપે એવી લેશ્યા કરાવે છે. પરલેકે આહારાદિસંજ્ઞાઓને સંસ્કારવાર કેટલે દુઃખદ! મેટા તીર્થકર ભગવાન ખુદ તપને જગ મચાવે છે! મહાવીર પ્રભુએ સાડાબાર વરસમાં સાડા અગીયાર વરસ જેટલા ઉપવાસ કર્યો! પ્રભુએ જગતને પણ આ તપને ખૂબ ઉપદેશ કર્યો; તે મેટા શાલિભદ્ર મુનિ ઘનાજી મુનિ ધન્ને અણગાર મેઘમુનિ સનકુમાર ચકવત મુનિ જેવાઓએ ભારે તપસ્યા કરી ! આ શું સમજીને કરી હશે ? તપ ન કરતાં આરામથી ચરી પાણી કરી આ મહા પ્રભાવક મુનિ મહર્ષિએને કેમાં ધર્મને ઉપદેશ આપતા રહેવાનું નહિ આવડતું હોય ? બધું આવડે, પરંતુ કહો એમને સચોટ લાગી ગયું કે ખાવું એ પાપ છે, તેમજ અત્યારસુધી ખા-ખા કર્યાના પ્રબળ સંતાપ ઉઠ તેથી લાગી પડયા. મહા તપસ્યાઓ કરવામાં ધર્મમાં જોસ પાપના પ્રબળ સંતાપથી આવે છે.