________________ 155 ઊભગી ગયું અને તરત ચારિત્ર લીધું. ચારિત્ર અને તપ-સ્વાધ્યાયમાં એવું દિલ લગાવ્યું કે એમને અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું. આટલી બધી ઊંચી સાધના? હા, પિતાની પૂર્વની ધર્મહીન દશાને તીવ્ર સંતાપ હતા તેથી ધર્મ હાથમાં આવ્યા પછી ધર્મ સાધવાની મહા તાલાવેલી અને એ સાધવામાં મહા આનંદ હતે. આપણું ધર્મહીન દશાને સળગતા સંતાપ ન થાય ત્યાં સુધી ઊંચી ધર્મસાધના અને ધર્મમય અવસ્થાની તાલાવેલી અને આનંદ શી રીતે આવે? સવાલ થશે - ધર્મહીન દશાને સંતાપ શી રીતે ઊભે કરવો? એ સંતાપ કેમ નથી થતે એનું નિદાન તપાસે. તે આ દેખાશે કે જીવનમાં પૈસા–ટકા, ખાનપાન, કપડા-લત્તા, ઘર, દુકાન, પત્ની-પુત્રાદિ મળી જવામાં મનને પછી કેઈ ત્રુટિ કઈ બેટ લાગતી નથી. કયારે ય ત્રુટિ દેખાય તે આ જ કે બસ એ બધું મનમાન્યું કેમ મેળવી લઉં!” સવારથી રાત સુધી એજ લગન અને એના જ પ્રયત્ન ચાલ્યા કરે છે, ત્યાં “મારા જીવનમાં ધર્મની કેમ બેટ કેટલી છે?' એ શાનું હૈયે આવે? ધર્મની બેટ પર સંતાપ થવું જોઈએ તે શાને થાય ?