________________ પ્રાયશ્ચિતમાં શું કર્યું જાણે છે? જીવનભર માટે લીલા શાકને ત્યાગ ! આ છ વિગઈઓને ત્યાગ! આટલા 4-5 કે 5-10 લીલા પત્તાની હિંસામાં કેવીક ગ્લાની? ભગવાનના વચન પર શ્રદ્ધા લાવવી છે? શ્રાવકની શ્રદ્ધા કેવી સક્રિય? - કદાચ અગ્નિ–પાણ-વાયુ-વનસ્પતિ-ધાન્ય વગેરે એકેન્દ્રિય જીવેની હિંસાના આવાં પ્રાયશ્ચિત ન કરે, કિન્તુ હિંસામાં ગ્લાની તે લાવી શકે ને? ના, ગ્લાની લાવવી નથી, ને “મને એકેન્દ્રિય પણ જીવ છે એવા જિનવચન પર શ્રધ્ધા છે” એ દાવે રાખે છે, એ શ્રધ્ધામાં સત્યતા કેટલી નક્કરતા કેટલી? કે પિકળ શ્રધ્ધા? માત્ર કહેવાની જ શ્રધ્ધા ને? મસાલેદાર શાક ઉડાવતાં, આંબા વગેરે ફળ ઉડાવતાં, એની પાછળ થયેલ વનસ્પતિ-જીની હિંસાની ગ્લાની કયાં આગળ ? સામાન્ય ગરમીમાં કલાક સુધી વિજળીપંખા ચાલુ રાખતાં અસંખ્ય અસંખ્ય વાયુકાય જાની થતી હિંસા પર ગ્લાની કયાં આગળ? કહેશે “અમને હૈયાની અંદર તે ગ્લાની છે જ, માત્ર બહારથી આનંદ થાય છે, તે સવાલ એ છે કે હૈયાની અંદર ગ્લાની થતી હોવાનું લક્ષણ શું? ઠીક,