________________ ૧પ૦ મજેના શાક ફળ ઉડાવતાં આનંદ આવ્યું તે માત્ર બહારથી, પણ હૈયામાં ગ્લાની છે, એટલે તે શાક ફળની કવિતા ન ગાઓ ને? પ્રશંસા ન કરે ને? એની દલાલી ન કરને કે લીલાં શાક ફળ તે બહુ ખાવા જોઈએ? મહિનામાં પાંચ તિથિ તે લીલેરી પાકાં કળા બંધ ને ? છેવટ. એ ચૌદશ બંધ ને ? કે ચૌદશેય કેળાં કેરી ઉડાવવાના? વનસ્પતિ છની હિંસાની પ્લાનનું લક્ષણ શું? ને જે કશું લક્ષણ નથી, તે એને અર્થ એ, કે એ હિંસાની ગ્લાની નથી, પછી એ જ અંગેના ભગવાનનાં વચન પરની શ્રદ્ધા કયાં ઊભી રહે ? શ્રદ્ધા નહિ તે સમકિત ક્યાં? સમ્રાટ કુમારપાળ મહારાજ મૂખ નહોતા કે ચોમાસામાં લીલેરી સદંતર ત્યાગ રાખે? એમાં જેમ એ સક્રિય જીવદયા સમજતા હતા, એમ સક્રિય જિનવચન શ્રદ્ધા સમજતા હતા. હું જો આ જીવને અભયદાન આપું, તે મેં ભગવાનના જીવ-વિજ્ઞાનના વચન પર શ્રદ્ધા કરી ગણાય.” એમ એ સમજતા હતા. તમે એટલે ત્યાગ નહિ સહી, પણ કમમાં કમ એ જીની હિંસા પર ગ્લાની તે લાવે, જે શ્રદ્ધા સમકિત રાખવું હોય.