________________ 48 વગેરે ઘરકામમાં થતી અસંખ્ય અસંખ્ય જીની હિંસા વખતે કેટકેટલી ગ્લાની થાય ત્યારે તમારે પુરુષને ધંધા-ધાપા વગેરેમાં થતી સીધી કે આડકતરી અઢળક જીવેની હિંસા અંગે કેટકેટલી ગ્લાની થાય? યાદ રાખજે - એકેન્દ્રિય અગ્નિ-પાણી-વાયુ-વનસ્પતિ વગેરે જીવની હિંસા અંગે ગ્લાની થાય તે જ જિનવચન પર શ્રદ્ધા છે. - આચાર્ય વનસ્પતિહિંસા પર કેવુંક પ્રાયશ્ચિત ગ્લાની કેવી એને નમુને જુઓ - આચાર્ય સમુદાયને લઈને જંગલમાંથી પસાર થતા હતા, એમાં એમને ઝેરી જનાવર કરડયું. એનું ઝેર ચડવાથી બેભાન થઈ ગયા. શિષ્યોમાં એક જાણુકાર મુનિએ મેળવેલ જેવી વનસ્પતિનાં પાન લાવી મસળીને લુગદી બનાવી ડંખ પર લગાડી દીધી. થોડીવારમાં ઝેર ઊતરી ગયું! આચાર્ય ભાનમાં આવી ગયા, જોયું તે લીલી વનસ્પતિની લુગદી લગાડેલી છે. હવે કેમ? આચાર્ય તરત ભારે ખિન્ન થઈ શિષ્યોને કહે છે- “અરરર! આ તમે શું કર્યું? લીલી વનસ્પતિના જીવ મારા માટે કરી નાખ્યા? હવે મારે આનું ભારે પ્રાયશ્ચિત કરવું પડશે !"