________________ 143 (1) પૂર્વની ધર્મહીન દશાને પ્રબળ સંતાપ, ને (2) વર્તમાન ધર્મસાધનામાં પારાવાર આનંદ. એ ધર્મ કરવા પૂર્વની પિતાની ધર્મહીન દુર્દશાને ભારે સંતાપ–પશ્ચાતાપ એ છે કે ત્યાં સાધુ દેવાધિદેવ તથા એમની સેવા મળ્યાને આનંદ પારાવાર છે, અને એથી હૈયું અત્યંત ગદ્દગદ થઈ આનંદના હિલોળે ચડ્યું છે. આ ધર્મહીન દશાને સળગતે સંતાપ અને દેવ-ગુરુ-ધર્મ પામ્યાને ગગદભાવ-માંચ-હર્ષાશ્ર. એ આત્માના ઉદયના જબરદસ્ત સાધન છે. મહાપુરુષોના ચરિત્રમાંથી આ તારવવાનું છે. કુમારપાળ ચરિત્રમાંથી સામાન્યથી આટલું જાણવા મળે કે પૂર્વભવે કુમારપાળને જીવ રાજપુત્ર જુગાર દુરાચાર વગેરેનો વ્યસની બની જવાથી પિતાએ એને દેશવટે દીધેલ તેથી લૂંટારે બનેલે એમાં એના પર તવાઈ આવતાં એને ભાગવું પડેલું. ત્યાં રસ્તામાં મુનિ પર ગુસ્સો કરતાં એ મુનિ નીડર મળવાથી ધર્મને બોધ પામી સુધરી જઈ મુનિના સંપર્કમાં રહેલે; અને એક દિવસ પાંચ કડીના ફૂલથી પ્રભુ પૂજા કરેલી. તેથી એ પછીના કુમારપાળના ભવમાં 18 દેશના સમ્રાટ બનેલા! બોલે છે ને કે પાંચ કે ડિના ફૂલડે પામ્યા દેશ અઢાર'