________________ ત્રણ તના ગે એટલી બધી ઊંચી કેટિનું પુણ્યાનુબંધી પુણ્ય એમણે ઉપાર્યું કે 18 દેશના રાજ્યની પુણ્યાઈ તે ઠીક, પરંતુ એ પુણ્યાનુબંધી મળી ! - પુયાઈ “પુણ્યાનુબંધી” એટલે કે પુણ્ય-સામગ્રી વલંત વૈરાગ્ય અને સદબુદિ-ધર્મબુદ્ધિ-ધર્મલેશ્યા જગાડનારી. કુમારપાળ મહારાજાનું વિસ્તૃત જીવન-ચરિત્ર જુએ તે દેખાશે કે એમણે કે વૈરાગ્ય કેળવ્યું છે! રોજિંદા જીવનમાં કેવી કેવી ધર્મ-લેશ્યા ને ધાર્મિક વિચારે ધર્યા છે! તેમજ ઠામઠામ પ્રસંગે પ્રસંગે કેટલી બધી ઉચ્ચ ધર્મભાવના અને ધર્મબુદ્ધિ રાખી છે! શું એ એમને આકાશમાંથી ટપકી પડી? કે માત્ર અહીં હેમચંદ્રસૂરિજી મહારાજ ગુરુના ઉપદેશથી ઉભી થઈ? એમ તે એ જ ગુરુ પહેલાં રાજા સિદ્ધરાજ જયસિંહને પણ મળેલા, છતાં કેમ એ આવી જવલંત ધર્મ–લેશ્યા ધર્મ–બુદ્ધિ ધાર્મિક વિચારે ન પામે? ત્યાં કહેવું જ પડે કે રાજા સિદ્ધરાજ પાસે એવું પુણ્યાનુબંધી પુણ્ય નહતું કારણ? પુણ્યાનુબંધી પુણ્ય હોવાના આ ત્રણ કારણ, પુણ્યાનુબંધી પુણ્યનાં 3 કારણ (1) ધર્મહીન પૂર્વદશાને તીવ્ર સંતાપ