________________ 131 વીંધી બતાવે. તે અમે માનીએ કે તમે સચોટ નિશાન વધી શકે છે, ચાંપે શ્રાવક છે, એ કહે છે, “ભલા માણસ! એ પંખેરાને બિચારાને શે ગુન્હો કે એને હું વધું? મારે નિરપરાધીને ન મારવાને નિયમ છે. બાકી તમારે મારું સચેટ નિશાન વેધીપણું જેવું હોય તે સામા સૂકા ઝાડના કહે તે સૂકા પત્તાને વીંધી બતાવું!” અને વનરાજે એનું પારખું કરવા ચીંધ્યું તે પત્તાને ચાંપાએ વધી બતાવ્યું ત્યાં વનરાજ ચાવડાના હાથ હેઠા પડયા, ને હવે કહે છે, ચાંપાને મંત્રી બનવાનું આમંત્રણ - ભાઈ! તમારાથી અમે હાર્યા. જાઓ ખુશીથી તમારા રસ્તે. પણ જુઓ, હું જયશિખરી રાજાને દીકરો છું, મારા બાપાને મારીને આ ભુવડ રાજા રાજ્ય બથાવી બેઠે છે, ને હું પગભર થઈ એને હરાવી મારું રાજ્ય પાછું પડાવી લેવાને છું. એ વખતે હું રાજા અને તમારે મારા મંત્રી થવું પડશે. મારી આગ્રહભરી વિનંતી છે, તે તમે મને વચન આપે, એમ કહીને ચાંપાનું નામ ઠામ પૂછી લીધું. બેલે, આમાં ચાંપાનું શ્રાવકપણું કેવું? નિયમ ભંગ ન થઈ જાય એ માટે નિયમ–ભંગની લાલચ