________________ 129 તેથી એ ઊંટને નીચે બેસાડતાં પેલાઓને દૂરથી પડકારે છે કે ત્યાં ને ત્યાં ઊભા રહી જજે, નહિતર આ ધનુષ્ય ને આ બાણ જોયા છે? વીંધાઈ મરશે. માટે ત્યાં જ ઉભા રહે, હું નીચે ઊતરું છું” લૂંટારા પણ ચમક્યા, ક્યા કે “રખે હવે આગળ વધતાં વધાઈ મર્યા તે ?" એટલે દૂર ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા, ચાંપાએ ઊંટને નીચે બેસાડી પોતે ધનુષ્ય ને બાણ-ભાથું લઈ બહાર નીકળે પછી ભાથામાંથી પાંચ બાણ બહાર કાઢી એમાંના બે બાણ ત્યાં ભાંગી નાખે છે. વનરાજ આ જોઈ આશ્ચર્ય પામે છે કે “આ ભલે આદમી આ શું કરે છે? બાણ તે મારવા કામ લાગે, એને આ ફેગટ તેડી નાખે છે? એટલે એ પૂછે છે,– અલ્યા વાણિયા! આ તે શું કર્યું? કેમ બે ભાણ ભાંગી નાખ્યા ?" ચાંપાએ બે બાણ કેમ તેડી નાખ્યા? : ત્યારે ચારે કહે છે,– “જુઓ, તમે ત્રણ છે, ને મારે નિયમ છે અપરાધી પર બાણ છોડવું પડે તે માત્ર એકજ બાણ છેડવું. હવે તમે ત્રણ છે એટલે તમારા ત્રણને માટે મારે ત્રણ બાણું બસ છે. પછી આવેશમાં એકેકને એક બાણ ઉપરાંત કદાચ