________________ 138 પરપરુષને સ્પર્શ ન ખપે એ હિસાબે એમણે ના પાડેલી. શે ભેંઠી પડી ગઈ વાત આ હતી, સીતાજીએ રાવણને ત્યાં દૃષ્ટિ જ એવી નીચી રાખેલી કે રાવણ દેખવામાં જ ન આવે. આ શું છે ? પરપુરુષ દેખવામાં જ ન આવે એવી નીચી દષ્ટિ એ શીલનું મર્યાદાનું પાલન છે, એ શીલની જયણ છે. શીલ–ભંગને સહેજ પણ નિમિત્ત ન મળે એવી સાવધાની એ જયણા છે, આવું દરેક ગુણ ને દરેક ધર્મ સાધના ભાવે સમજવાનું છે. દરેકમાં જયણ સાચવવાની છે. સીતાજી અને સ્થૂલભદ્રજી વિપરીત સંચાગમાં બેઠા હતા પણ જયણું સાચવીને બેઠા હતા, સીતાજીને રાવણ જે હરામ; સ્થૂલભદ્ર સ્વામીને કશા જેવી હરામ. પતનનું પગથિયું નજર, તે પહેલેથી જ પરસ્ત્રી કે પરપુરુષ પર નજરનું પગથિયું જ માંડવાની વાત નહિ, આને જયણા સાચવી કહેવાય. પેલા ચાંપા શ્રાવકે શું કરેલું ? ત્રણ લૂંટારા સામે ત્રણ બાણ રાખી બાકી બે બાણ ભાંગી નાખેલા. કેમ એમ ? કહે, અહિંસા વ્રતની જયણું સાચવવા. અહિંસાનું એને વ્રત એવું હતું કે નિરપરાધી ત્રસ જીવને મારવા નહિ, ને અપરાધીને પણ એક બાણથી વધુ મારવું નહિ. હવે