________________ 136 ભ્રષ્ટ થઈ ગયા. સિંહગુફાવાસી મુનિ જ્યણા ચૂક્યા - જુઓ સિંહગુફાવાસી મુનિ ઓછા વૈરાગી ન હતા, પાક વૈરાગી હતા તેમ બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળવાની ટેકવાળા ય હતા; પરંતુ બ્રહ્મચર્યની મર્યાદા આ, સ્ત્રીના નિકટમાં ન રહેવું તે મર્યાદા એમણે ઓળંગી. કેશા વેશ્યાને ત્યાં ચોમાસું રહેવા ગયા, તે રૂપ રૂપની અંબારસમી વેશ્યાના પ્રથમ દર્શને જ લલચાયા ! ને એમની બ્રહ્મચર્યની ભાવના ઢીલી પડી ગઈ! આમ બનવામાં કારણભૂત કાંઈ વૈરાગ્યની ખામી નહતી, પરંતુ નિમિત્ત ખોટું હતું તે સેવ્યું એટલે ભૂલા પડી ગયા. ખોટા નિમિત્તને ત્યાગ એ વત-સદાચારની જય છે. જ્યણ ચૂકે તો ધર્મ ચૂકે. અલબત્ સ્થૂલભદ્ર સ્વામી કેશાને ત્યાં જઈ બેઠા હતા, પરંતુ ત્યાં કેવી નજર રાખી બેઠા રહેતા હશે? શું સામે કેશા આવી વિનંતી કરે છે તે એની સામે નજર રાખી “ના” કહેતા હશે? યા એની સામે જોતા બેસી એનાં ગીત નૃત્ય સાંભળતા–જોતા બેસતા હશે ? ના, જરાય નહિ, એ તે નીચી મૂંડીએ ધ્યાનસ્થ ચક્ષુ રાખીને બેઠેલા રહેતા હેય.