________________ 134 આમ (1) એક બાજુ ધ્યાનસ્થ ચક્ષુથી ચક્ષુના બાહ્ય વિષયને ટાળનારા એ જયણાપાલન તેમજ (2) પહેલેથી કેશા વેશ્યાને તાકીદ આપી દીધી છે કે હંમેશાં સાડાત્રણ હાથ દૂર રહીને વાત કરજે. એમ નેટિસ આપીને સ્પર્શન-ઇન્દ્રિયને એના વિષયભૂત વેશ્યાના સ્પર્શને ટાળનારા હતા. એ જયણાપાલન, એમ ચક્ષુ ને પન બંને ઇન્દ્રિયાના વિષયને ટાળવાની જયણ પાળનારા ઉપરાંત, (3) મનમાં પણ એને વિચાર ન આવે એ માટે મનમાં જીવાદિ તનું અનિત્યતાદિ ભાવનાઓનું અને અરિહંત પરમાત્માદિ પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતા બેસીને એ જયણા દ્વારા મનને એના વિષયથી દૂર જ રાખનારા હતા, તેથી જીત્યા. તાત્પર્ય, ભલભલાએ પણ નિયમભંગ અને ધર્મનાશ ન નોતર હોય તે એનાં નિમિત્તથી દૂર જ રહેવું જોઈએ. એવું જયણાપાલન અતિ જરૂરી. ચાંપા શ્રાવકે એ કર્યું હતું. નિયમભંગની લાલચ કરાવનાર વધારાના બે બાણ પહેલેથી જ તોડી નાખ્યા. | સીતાજીની રાવણને ત્યાં શીલની જયણું - સીતાજીએ રાવણને ત્યાં રહેવું પડ્યું તે રહેવાનું એવી જ રીતે રાખ્યું હતું. “હું પક્કી સતી છું, હું