________________ 118 સંસારરૂપી અરણ્યમાં ય આવું જ છે, લૂંટારા ભેટે છે, અને એમને આપણે નક્કર માલ લૂંટ છે. પરંતુ ચાંપાને ખબર પડી એમ આપણને ખબર પડતી નથી કે આ લૂંટારા છે. કે લૂંટારા? અંતરના રાગાદિ દૂષણે, મેહ-મમતા-માયા, એજ પહેલા નંબરના ખરેખા લૂંટારા છે. બીજા નંબરના ધંટારા એ રાગાદિના સ્થાનરૂપ ધન-માલ-પૈસા પત્ની-પરિવાર છે. આ શું શું લૂંટે છે? આપણે પુણ્યમાલ લૂંટે, આપણું સદ્બુદ્ધિ લૂંટે, આપણી ધર્મશ્રદ્ધા લૂટે, આપણી દેવગુરુ પરની પ્રીતિ-ભક્તિ લૂંટે, દેવગુરુની સેવા લૂટે. એ બધા પર કાપ પાડનાર તેમજ દયાદિગુણ ભુલાવનાર કેશુ છે? પહેલા નંબરમાં દુન્યવી પદાર્થો પરને આપણું રાગ-મમતા-આસક્તિ છે, અને બીજા નંબરમાં પૈસા-ટકા, ધંધા-ધાપ, પત્ની-પરિવાર એ બધા આપણને સદ્બુદ્ધિ ભુલાવે, ને દુબુદ્ધિઓ કરાવે છે, દેવ-ગુરુની સેવા-ભક્તિ ભુલાવે છે, દેવ-ગુરુ-ધર્મની શ્રધ્ધા-પ્રીતિ ભુલાવે છે, આપણું પુણ્ય પણ આ બધાએ વાપરી વાપરીને પૂરું કરનારા છે. આપણુ પુણે પૈસા મળ્યા, એને માટે ઉપયોગ