________________ 117 પિચ્ચે જતા હોઈએ, તે જ્ઞાનીની દૃષ્ટિમાં આપણે મૂઢ જ ઠરીએ ને ? આવા ઉત્તમ આર્ય મનુષ્ય અવતારે મૂઢ ન બન્યા રહેવું હોય, તે રેગની માફક પાપ પ્રત્યે સૂગ લાવે, ઘણુ લાવે, અભાવ લાવે; પછી રેગ કાઢવાની તાલાવેલી અને ધરખમ પ્રયનની જેમ પાપત્યાગની તીવ્ર તાલાવેલી તથા ધરખમ પ્રયત્ન આવશે. આ પ્રયત્ન લેવાય તે જીવનમાં ઠામઠામ જયણા દાખલ કરાય. જયણ” એટલે બને તેટલા પાપથી બચવાનો પ્રયત્ન; “જયણ’ એટલે વ્રતભંગથી બચવા પ્રયત્ન જયણું’ એટલે શક્ય જીવરક્ષાનાં પ્રયત્ન. મૂળમાં આપણને જે પાપ તથા વ્રતભંગ અને જીવહિંસા પ્રત્યે સૂગ હોય, તે જ શકય એનાથી બચવારૂપ જયણું આદરવાનું મન થાય. ચા િશ્રાવક ઊંટ પર જંગલમાંથી ચાલ્યા જતો હતે. એને વનરાજ ચાવડો અને એના બે સાગ્રીત જે લૂંટ ચલાવતા હતા તે મળ્યા. ચાંપાને પડકારે છે - “ખડે રહી જા, બધું મૂકીને પછી જ આગળ વધાશે.” ચાપ સમજી ગયો કે “આ લૂંટારા છે એમને મારે માલ લૂંટ છે.”