________________ 123 પરંતુ એક રાતે બંને જણ અધિક પ્રમાણમાં દારૂ ઢીંચીને આવ્યા. આવીને તરત તે પિતપતાના વિભાગમાં સૂતા. પરંતુ દારૂને નશે હતું એટલે ઊંઘ શાની આવે? નશાવાળાને ઊંઘ ન આવે એટલે સ્ત આજે ટ્રકોવાળા મોટા ભાગે રાતના જ ટ્રકે જે હંકારે છે તે દારૂ પીને હંકારે છે, દારૂ પીધે હેાય એટલે એના નશામાં ઊંઘ કે છેકું ન આવે. પરીક્ષા સમયમાં વિદ્યાથીઓ શું કરે છે? રાતના કડક ચહા પી–પીને વાંચવાનું કરે એટલે ઊંઘ ન આવે. ચહાના નશામાં ઉજાગરા કરે છે ને ? કેમકે એમાં નશામાં ઊંઘ હરામ થઈ જાય છે, નશામાં ચિત્ત મસ્ત રહે છે તેથી ઉંઘ નહિ. ઊંઘ એટલે ચિત્ત મસ્ત નહિ, ચિત્ત શાન્ત, એને કોઈ વિકલ્પ નહિ. મેહના નશામાં ય આત્માની ચિત્ત શાન્તિ હરામ થઈ જાય છે, ચિત્તમાં અંટસંટ અનેક પ્રકારના વિકપે ચાલે છે. પેલા બે માણસને દારૂને નશો છે, ઊંઘ હરામ છે, તે સૂતા પછી ઊઠયા ને નશામાં આંટા મારે છે. ઓરડામાં વચ્ચે પડદાથી બે ભાગ, તે વચ્ચે પડદાની આ બાજુના ભાગમાંથી બીજી બાજુના ભાગમાં બંને જણ નશાના ઘેનમાં આંટા લગાવે છે. એમ કરતાં