________________ 121 ખ્યાલ જ નહિ તે એની અફસી શાની થાય કે “હાય! મારી આત્મસંપત્તિ લૂંટાઈ રહી છે!” તમારા અંતરાત્માને પૂછો કે કરડે અનાર્યો પ્લેચ્છ અને તીવ્ર મિથ્યાત્વવાલાએ જે વીતરાગદેવ ગુરુ જેમ ધર્મની શ્રદ્ધા નવકાર એકેન્દ્રિય દયા વગેરે અણમેલ આત્મસંપત્તિ નથી પામ્યા, એ સંપત્તિ તમને મળી છે તે એને તમને અતિશય આનંદ છે? કરોડે માણસોને ઊંચી શ્રીમંતાઈ ન મળી હોય એ પિતાને મળ્યાને માણસને અતિ આનંદ હોય છે, પણ તમને આ અતિ દુર્લભ આત્મસંપત્તિ મળ્યાને આનંદ નહિ? કેમકે મનને જાણે એમ લાગે છે કે એ શ્રદ્ધા-સદ્ગુણે નવકારાદિમાં સંપત્તિ જેવું છે જ શું? રૂપિયા એ સંપત્તિ, ધર્મ સદ્ગુણો, ધર્મના અંગ એ કાંઈ સંપત્તિ કહેવાતી હશે? આવું જાણે તમારા મનને બેઠું હોય પછી આ ભાવસંપત્તિ પાયાના હરખ હરખ શાના થાય ? પરંતુ સમજી રાખે કે ધન-માલ-મિલકત એ તે દ્રવ્ય સંપત્તિ છે, ને એ નાશવંત છે, માત્ર એક ભવની લીલા છે, તે પણ આત્માનું કશું અજવાળે નહિ. ઊલટું એમાં એ પરિચહ આત્મામાં રાગ અને મૂછનું ઝેર એવું નાખ્યા કરે છે કે આત્માની શુદ્ધિ ચેતના બેભાન થઈ