________________ 102 વાચિક પુરુષાર્થ કામ તે કરી જ રહ્યો છે, એમ વિચાર કરવામાં માનસિક પુરૂષાર્થ કામ કરતે જ હોય છે. એટલે તે જે આપણે ધાર્યું હોય કે નથી જ બોલવું તે સાધન જીભ પાસે હોવા છતાં એ એમજ પડી રહે છે, ને શબ્દ નીકળતું નથી. ત્યાં વાચિક પુરુષાર્થ આપણે કરતા નથી. એમ ખોટા વિચાર ન કરવાનું નક્કી ધારીએ, ને માનસિક પુરુષાર્થ ન ફેરવીએ તે મન પડયું રહે, ખોટા વિચાર ન કરી શકે. પેટા વિચાર કેમ અટકે? : અલબત ખોટા વિચાર આપણે રોકી શકતા નથી એવું આપણને લાગે છે, પરંતુ અનિષ્ટ શબ્દ બેલવામાં જેમ મોટું નુકસાન દેખાય તે જીભ પર વાણી પર અંકુશ આવી જાય છે, એમ અહીં ખોટા વિચાર કરવામાં ભયંકર નુકસાન દેખાઈ જાય, તે મન પર અંકુશ મૂકી શકાય. પણ કમનસીબી આ છે કે ખોટા વિચાર ફજુલ વિચારમાં ભયંકર નુકસાન જ દેખાતું નથી પછી એવા મન પર અંકુશ મૂકવાની વાત જ શાની રહે? બાકી, ખોટા વિચાર અટકાવવા માત્ર આટલે નેગેટિવ ઉપાય બસ નથી, કિન્તુ સાથે પિઝિટિવ રચનાત્મક ઉપાય પણ જવા જેવું છે. દા. ત.