________________ 107 ને તે તો જ લેખે લાગે કે ક્ષણે ક્ષણમાં કઈ કાયિક યા કેઈ વાચિક અથવા કેઈ માનસિક પુરુષાર્થ હું કરતે રહું.–એ ઉછરંગ, એ દઢ નિર્ધાર મન પર ઊભું કરી દઉં, ને પછી એ પ્રમાણે પુરૂષાર્થ કરતે રહું” તમને લાગશે પ્ર- સળંગ શુભ વિચારધારાનો માનસિક પુરુષાર્થ સહેલું છે? ઉ - હા, સીતાજી પતિ રામની સાથે 12 વરસ વનમાં ફરતા રહ્યા, દમયંતી નળના વિયોગ પછી 7 વસ પર્વતની ગુફામાં રહી, રાજા હરિશ્ચંદ્ર દેવની પરીક્ષામાં રાજ્ય આપી દઈ વરસ સુધી મસાણ-રક્ષકની નોકરી ભરી, આ બધાએ વરસે કેવી રીતે કાઢયા? રોઈ રોઈને નહિ, મનમાં ઓછું લાવીને નહિ, પણ પ્રસન્નતા પૂર્વક કાઢયા એ પ્રસન્નતા શી રીતે રહી હશે? કહે, મુખ્યતમ તાત્વિક વિચારસરણીના પુરુષાર્થ કરતા રહીને પ્રસન્નતા જાળવેલી. એટલે જ મહાન ક્ષાયિક સમકિતના ધણી મગધ સમ્રાટ રાજા શ્રેણિકને પુત્ર કેણિકના પ્રપંચથી જેલમાં પુરાવાનું આવ્યું, તે ત્યાં એમણે કણિક પર ગુસ્સે નથી રાખ્યો, પરંતુ પિતાના કર્મ વિપાકની વિચારણા, તથા અરિહંત ભગવાનની અને મૈત્રી-કરુણાદિ શુભ